VIDEO: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ પ્રદેશ અધ્યક્ષ અને મંત્રી અંબાજી મંદિરે પહોંચ્યા
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વ
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મંત્રી પ્રવીણ માળી અંબાજી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. વહેલી સવારે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી, અધ્યક્ષે શિખર પર ભક્તિભાવ પૂર્વક ધજારોહણ કર્યું હતું અને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.પોતાના નેતૃત્વ હેઠળની પ્રથમ ચૂંટણીમાં કેસરીયો લહેરાતા તેમણે આ જીતને માતાજીના આશીર્વાદ ગણાવી હતી. આ પ્રસંગે તેમણે આસામ અને બંગાળમાં પણ પક્ષના સારા પરિણામો માટે પ્રાર્થના કરી હતી.



