VIDEO : અંબાજીમાં વૈશાખી પૂનમની ભવ્ય ઉજવણી: શક્તિપીઠમાં ભક્તોનું મહેરામણ ઊમટ્યું
યાત્રાધામ અંબાજીમાં આજે વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છ
યાત્રાધામ અંબાજીમાં આજે વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી જ શક્તિદ્વાર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ ખાસ અવસરે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે.મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ, સૌપ્રથમ સિદ્ધિ વિનાયકની આરતી અને ત્યારબાદ આદ્યશક્તિ અંબાજી માતાજીની આરતી કરવામાં આવી હતી. અંતમાં ભગવાન શિવની આરતી સાથે મંત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.




