VIDEO: અમરેલી જિલ્લા પંચાયતના ભાજપ સભ્યનું રાજીનામું, સ્થાનિક રાજકરણમાં ચર્ચાઓ થઈ તેજ
અમરેલી ભાજપમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજીનામાનો દોર શરૂ થયો છે. ભ
અમરેલી ભાજપમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજીનામાનો દોર શરૂ થયો છે. ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય હેમાશ્રી રાદડિયાએ અચાનક જ રાજીનામુ ધરી દેતા ચર્ચાઓ તેજ થઈ છે કે રાજીનામુ આપ્યું કે પછી રાજીનામુ લઈ લેવાયું? મહિલા નેતાએ જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખી પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામુ આપી દીધું. હેમાશ્રી રાદડિયાના પતિ રાણાભાઇ રાદડિયા પણ વર્ષ 2015થી 2020 સુધી સાવરકુંડલા તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે.








