મુખ્ય સામગ્રી પર જાઓ

મેઘમહેર બાદ ભિલોડાનો સુનસર ધોધ જીવંત બન્યો, સહેલાણીઓ ઉમટ્યા

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જેના કારકે ર

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જેના કારકે રાજ્યના નદી નાળા છલકાઈ ચુક્યાં છે. જેનાં કારણે ગુજરાતની ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવો માહોલ સર્જાયો છે. જ્યારે અનેક ધોધ અને ઝરણા ફરી એકવાર સક્રિય થયા છે. 

અરવલ્લીના ભિલોડાનો સુનસર ધોધ ફરી જીવંત બન્યો છે. આ ધોધ ધરતી માતા મંદિર પાસે આવેલો છે. આ ધોધ જીવંત થતા સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અરવલ્લીના ભિલોડોમાં મેઘમહેર બાદ કુદરતના ખોળે ધોધ વહ્યો છે.  

આ સમાચાર શેર કરો