મુખ્ય સામગ્રી પર જાઓ

Video: તંત્રએ નોટિસ આપ્યા વગર જ ઘર તોડી પાડ્યા, પોલીસ સાથે હિંસક અથડામણ બાદ પાડલીયાના લોકોનો આરોપ

બનાસકાંઠાના દાંતા તાલુકાના પાડલીયા ગામમાં વન વિભાગ, પોલીસ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ પર થયેલા હુમલા બા

બનાસકાંઠાના દાંતા તાલુકાના પાડલીયા ગામમાં વન વિભાગ, પોલીસ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ પર થયેલા હુમલા બાદ જીએસટીવીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં સ્થાનિકોએ વહીવટી કાર્યવાહી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે પોલીસે 27 નામજોગ સહિત 500 લોકો સામે FIR નોંધી છે, જ્યારે પોલીસનો મોટો કાફલો ગામમાં પંચનામું અને કોમ્બિંગ માટે પહોંચ્યો છે.

અધિકારીઓ દ્વારા અમારા પર લાઠીચાર્જ કરવામાં આવ્યો: સ્થાનિક મહિલા

 ગ્રામજનોએ આ સમગ્ર ઘટના માટે વહીવટી તંત્રની પદ્ધતિને જવાબદાર ગણાવી છે. સ્થાનિકો અને અસરગ્રસ્તોએ જણાવ્યું હતું કે, વહીવટી ટીમે કોઈપણ પૂર્વ સૂચના કે નોટિસ આપ્યા વગર જ JCB મશીન વડે કાર્યવાહી શરૂ કરી દીધી હતી, જેના કારણે આ સંઘર્ષની સ્થિતિ સર્જાઈ હતી. એક વિધવા મહિલાએ જણાવ્યું હતું કે અમે 40 વર્ષથી પાડલીયા ગામમાં વસવાટ કરીએ છીએ. મારે 3 સંતાન છે અને મારુ ઘર અને પીવાના પાણીનો કૂવો તોડી પાડ્યો છે. અધિકારીઓ દ્વારા અમારા પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. 

આ સમાચાર શેર કરો