Video:સુરતમાં હથિયારો જમા કરાવવાની પોલીસના પ્રયાસ પર પાણી ફર્યુ ? ઘરમાં ઘુસી આઘેડ પર હુમલો
સુરતમાં થોડા દિવસ અગાઉ પોલીસ દ્વારા હથિયારો જમા કરાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

સુરતમાં થોડા દિવસ અગાઉ પોલીસ દ્વારા હથિયારો જમા કરાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, આ અભિયાનનો ફિયાસ્કો થયો હોય તે રીતે સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ્દ વિસ્તારમાં ઘાતક હથિયારો સાથે આઘેડ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસની કામગીરી શું માત્ર કાગળ પર જ રહી કે પછી શું સલાબતપુરા પોલીસનો કોઈ ખૌફ જ નથી રહ્યો ? તેવા સવાલો ઉભા થઈ રહ્યાં છે.
મહિલાને તમાચો ઝીંક્યો
ભાઠેના રઝાનગર ખાતે ઇમ્તિયાઝ અલી મુમતાઝ અલી અંસારી પર જીવલેણ હુમલો થયો હતો. 3થી 4 ઈસમોએ આવી ઘરમાં ઘુસી આધેડ પર હુમલો કર્યો હતો. આ હુમલાખોરો નશામાં હોવાની વાત સામે આવી છે. ભાઠેનામાં આધેડ પર 4 લુખ્ખા તત્વો આવી ઘરમાં ઘુસી જીવલેણ હુમલો કર્યો હતો. સાથે જ રસ્તે ચાલતી મહિલાને પણ તમાચો માર્યો હતો. બાળકોને રસ્તે દોડાવ્યા હતાં. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરુ કરી છે. સોહેબ ઉર્ફે રોયા, લાલા લાંબા અને અકીફ નામક યુવકોએ હુમલો કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.






