મુખ્ય સામગ્રી પર જાઓ

Video: પાટણ જિલ્લા કોર્ટમાં વકીલ પર ધારીયા વડે હુમલો, પોલીસ આરોપીને દબોચ્યો

પાટણ જિલ્લા કોર્ટમાં આજે એક એવી ઘટના બની, જેમાં ધોળા દિવસે અજાણ્યા ઇસમ દ્વારા બાર કોર્ટ રૂમમાં જ્યાં વ

સોર્સ: GSTV

પાટણ જિલ્લા કોર્ટમાં આજે એક એવી ઘટના બની, જેમાં ધોળા દિવસે અજાણ્યા ઇસમ દ્વારા બાર કોર્ટ રૂમમાં જ્યાં વકીલો બેઠા હતા, ત્યાં ધારિયા વડે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ કોર્ટ રૂમમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 

 વકીલ આલમમાં આક્રોશ

હુમલાખોર અજાણ્યા ઇસમે પોતાના ફેટામાંથી ધારિયું કાઢી વકીલ પર ફેંક્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ વકીલને ઈજા થઈ નહતી. ઘટનાને પગલે વકીલ આલમમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને સુરક્ષાની માંગ કરવામાં આવી છે. કોર્ટ પરિસરમાં વકીલોએ પોતાની સુરક્ષાને લઈ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. કોર્ટમાં પોલીસ સિક્યુરિટી અંગે પણ અનેક સવાલ ઉઠ્યા હતા. ઘટનાને પગલે પોલીસ કોર્ટ પહોંચી હુમલાખોરને પકડી વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો