મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO / ભાવનગરમાં પૂર્વ મંત્રી તેમજ ભાજપના પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવેની ઓફિસ સહિત આખું બિલ્ડીંગ સીલ

Bhavnagar News : રાજકોટ ગેમઝોન આગની ઘટના બાદ રાજ્યના તમામ શહેર-જિલ્લામાં ફાયર સેફટી અને BU પરમિશન વગરન

Bhavnagar News : રાજકોટ ગેમઝોન આગની ઘટના બાદ રાજ્યના તમામ શહેર-જિલ્લામાં ફાયર સેફટી અને BU પરમિશન વગરની બિલ્ડીંગો સીલ કરવામાં આવી રહી છે. ભાવનગરમાં રાજ્યના પૂર્વ મંત્રી તેમજ ભાજપના પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવેની ઓફિસ સહિત આખું બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવ્યું છે. 

વાઘાવાડી રોડ પર અષ્ટવિનાયક બિલ્ડીંગ સીલ, વિભાવરીબેનની ઓફિસમાં ફાયર સેફટીનો અભાવ 

વાઘાવાડી રોડ પર માધવદર્શનની સામે આવેલા અષ્ટવિનાયક બિલ્ડીંગમાં 60થી વધુ દુકાનો-ઓફિસ આવેલી છે. આ બિલ્ડીંગને BU પરમિશન ન હોવાથી ભાવનગર મહાનગરપાલિકાની ટીમે આખું બિલ્ડીંગ સીલ કરી દીધું છે. આ બિલ્ડીંગમાં રાજ્યના પૂર્વ મંત્રી તેમજ ભાજપના પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવેની ઓફિસ છે. વિભાવરીબેનની ઓફિસમાં ફાયર સેફટી ન હોવાને કારણે તેમની ઓફિસ પણ સીલ કરી દેવામાં આવી છે. 

આ બિલ્ડીંગમાં એક હોસ્પિટલ પણ આવેલી છે અને અગાઉ ભાજપના પૂર્વ સાંસદ તેમજ કેન્દ્ર સરકારની નવરત્ન કંપની  NBCCના પૂર્વ ડાયરેક્ટર રાજેન્દ્રસિંહ રાણાની ઓફિસ પણ આ જ બિલ્ડીંગમાં આવેલી હતી. 

છેલ્લા સતત 8 દિવસથી કાર્યવાહી 

રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ સરકારની સૂચના મુજબ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર અને જિલ્લામાં આવેલ ગેમીંગ ઝોન, હોટલ્સ, મોલ્સ, રેસ્ટોરન્ટ તથા બેન્કવેટ હોલ વગેરે જેવી જગ્યાઓ જ્યાં નાગરિકો મોટા પ્રમાણમાં એકત્રિત થાય છે તેવી જગ્યાઓમાં ફાયર સેફટી અને તેને સંલગ્ન અન્ય બાબતોની ચકાસણી કરવા કમિટીની રચના કરવામાં આવી છે. મહાપાલિકાની ટીમ દ્વારા છેલ્લા સતત 8 દિવસથી કાર્યવાહી કરવામાં આઈ રહી  છે અને ફાયર સેફ્ટી, BU પરમીશન ન હોય તેવી મિલ્કતોને સીલ મારવામાં આવી રહી છે. 

આ સમાચાર શેર કરો