મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: GCMMFના ચેરમેન તરીકે ઉત્તર ગુજરાતના અશોક ચૌધરી બિનહરિફ ચૂંટાયા 

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને (GCMMF) આજે નવા ચેરમેન અને વાઇસ ચેરમેન મળ્યા છે. દૂધસાગર ડે

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને (GCMMF) આજે નવા ચેરમેન અને વાઇસ ચેરમેન મળ્યા છે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની GCMMF ના નવા ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે ગોરધન ધામેલિયાની પસંદગી કરવામાં આવી છે. તેઓ આગામી અઢી વર્ષ માટે આ પદ સંભાળશે.

ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના નવા ચેરમેન તરીકે ઉત્તર ગુજરાતના અશોક ચૌધરીની જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે અશોક ચૌધરી મહેસાણા દુધસાગર ડેરીના ચેરમેન છે. જ્યારે ગોરધન ધામેલિયા વાઇસ ચેરમેન તરીકે જાહેરાત કરવામાં આવી છે. ગોરધન ધામેલિયા રાજકોટના છે. 

GCMMFના ચેરમેન તરીકે અશોક ચૌધરીના નામનો મેન્ટેડ શંકર ચૌધરી લાવ્યા હતા. જ્યારે પ્રવિણ ચૌધરીએ અશોક ચૌધરીને ચેરમેન તરીકે બિનહરિફ જાહેર કર્યા હતા. 

નોંધનીય છે કે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં રાજ્યના 18 દૂધસંઘો આવે છે. હાલમાં GCMMFનું વાર્ષિક ટર્નઓવર 80 હજાર કરોડ જેટલું છે. ત્યારે કરોડોનો વહીવટ સંભાળવાની બાગડોર હવે ઉત્તર ગુજરાતના અશોક ચૌધરીના હાથમાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યની વિવિધ સહકારી દૂધ મંડળીઓમાં ચાલી રહેલા વિવાદો વચ્ચે અશોક ચૌધરી ચેરમેન પદનો કાર્યભાર સંભાળશે. તેમના નેતૃત્વ હેઠળ GCMMF કેવી રીતે આગળ વધે છે તે જોવું રસપ્રદ રહેશે. 

આ સમાચાર શેર કરો