મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાજપ 400 તો દૂર 300 પાર ન થતાં કમલમમાં સન્નાટો, 1 વાગ્યા સુધી કોઈ મોટા નેતા ફરક્યા જ નહીં!

લોકસભા ચૂંટણીના પરિણામોની મત ગણતરી થઈ રહી છે. ચૂંટણી પ્રચારમાં ભાજપ 400થી વધુ સ

લોકસભા ચૂંટણીના પરિણામોની મત ગણતરી થઈ રહી છે. ચૂંટણી પ્રચારમાં ભાજપ 400થી વધુ સીટો સાથે પીએમ મોદી સત્તા સ્થાને બેસશે એવી મોટે મોટેથી બૂમ બરાડા પાડતા નેતાઓ આજે ચૂંટણીનું ધાર્યા કરતા વિપરિત પરિણામ આવતાં કમલમ ખાતે જોવા પણ મળ્યા નથી. ગુજરાત ભાજપના મુખ્યાલય કમલમ ખાતે બપોરે 1 વાગ્યા સુધીમાં કોઈ નેતા ફરક્યા નહોતા. 

જણાવી દઈએ કે, ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે ગુજરાતની 26 બેઠકો 5 લાખથી વધુના માર્જિન સાથે જીતવાનો દરેક પાર્ટી કાર્યકરને ટાર્ગેટ આપ્યો હતો. જેમાં અમિત શાહ અને સી.આર પાટીલ 5 લાખના માર્જિન નજીક પહોંચી ગયા છે. પરંતુ દેશભરમાં આવેલા પરિણામોએ પાર્ટીના નેતાઓનું ટેન્શન વધારી દીધું છે. ગાંધીનગર કમલમ ખાતે ભાજપ કાર્યકરો આવી રહ્યા છે પરંતુ કોઈ મોટા નેતાને કમલમ ખાતે ન જોતાં વિલા મોંએ સીડીઓમાં બેઠા છે. 


લોકસભા ચૂંટણી પરિણામને લઈને કમલમમાં સન્નાટો વર્તાઈ રહ્યો છે. કમલમ ખાતે  માત્ર કાર્યકર્તાઓનો જમાવડો થયો પરંતુ ભારતીય જનતા પાર્ટીના 400 પારના નારા લગાવતા નેતાઓ ગાયબ રહ્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપના દિગ્ગજ નેતાઓમાંથી 1 વાગ્યા સુધીમાં કમલમમાં કોઈ ફરક્યું નથી. કાર્યકર્તાઓ નારાજ થઈને કમલમની સીડીઓ પર બેઠા છે. તો સીઆર પાટીલ પોતાના ગાંધીનરના બંગલે બેઠા બેઠા ચૂંટણી પરિણામોનું ચિંતન કરી રહ્યા છે. હર્ષ સંઘવી ગાંધીનગર બંગલે જ પૂરાઈ રહ્યા છે. 

આ સમાચાર શેર કરો