Video: મોધલા ગામે ડાયવર્ઝન ધોવાતાં એક હજાર જેટલા ગ્રામજનોને હાલાકી, સ્લેબ ડ્રેઇનની કામગીરી અદ્ધરતાલ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મોધલા ગામે ડાયવર્ઝન ધોવાતાં સ્લેબ ડ્રેઇન
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મોધલા ગામે ડાયવર્ઝન ધોવાતાં સ્લેબ ડ્રેઇન ( નાનો પુલ) ગામના લોકોને 6 કિલોમીટર ફરીને ખેતી કામ માટે જવું પડે છે. કોન્ટ્રાકટર સ્લેબ ડ્રેઇનની કામગીરી અધૂરી મૂકીને જતો રહ્યો છે. પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓની નિષ્કાળજીના કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે.
નદીમાં પાણી આવી જતા ડાયવર્ઝન ધોવાઈ ગયો
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મોધલા ગામે અશ્વિન નદી ઉપર પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા દોઢ કરોડના ખર્ચે સ્લેબ ડ્રેઇન (નાનો પુલ) મંજૂર કરવામાં આવ્યો હતો અને લોકોને અવરજવર કરવા માટે સરસ્વતી કન્ટ્રક્શન નામની એજન્સી દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું,પરંતુ નદીમાં પાણી આવી જતા ડાયવર્ઝન ધોવાઈ ગયો છે, જ્યારે સ્લેબ ડ્રેઇનની કામગીરી પણ અધૂરી છે. ધીમી ગતિએ કરાતી કામગીરીથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
કોન્ટ્રાકટર સ્લેબ ડ્રેઇનની કામગીરી બંધ કરીને જતો રહ્યો
મોધલા ગામમાં બોડેલી અને ખેતરોમાં જવા માટે મુખ્ય માર્ગ આવેલો છે. માર્ગ બંધ થઈ જતા હાલ તો લોકોને 6 કિલોમીટર ફરીને ખેતીકામ માટે અને બોડેલી જવાનો વારો આવ્યો છે. ગ્રામજનોએ ડાયવર્ઝન બનાવવા માટે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને રજૂઆત કરી છે. હાલ તો સ્લેબ ડ્રેઇનની કામગીરી કોન્ટ્રાકટર બંધ કરીને જતો રહ્યો છે, જ્યારે ડાયવર્ઝન ધોવાતા એક હજાર જેટલા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.








