મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાયલને થયેલા અન્યાય સામેના આક્રોશને ડામવા સરકારે કરસનભાઈને આગળ ધર્યા- પરશોતમ પીપળીયા

રાજકોટ: પાટીદાર અગ્રણી અને ઉદ્યોગપતિ કરસન પટેલના પાટીદાર આંદોલન મામલે

રાજકોટ: પાટીદાર અગ્રણી અને ઉદ્યોગપતિ કરસન પટેલના પાટીદાર આંદોલન મામલે આપેલા નિવેદનનો મામલો ગરમાયો છે. હવે આ સમગ્ર મામલે સહકારી અગ્રણી અને પાટીદાર આગેવાન પરશોતમ પીપળીયાનું નિવેદન સામે આવ્યું છે.

સમગ્ર સવર્ણ સમાજને મળ્યો લાભ-પીપળીયા

પરશોતમ પીપળીયાએ કરસન પટેલના નિવેદન મામલે વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે, એ જે નીવેદન કહેલું છે તે પાટીદાર સમજના દીકરા ગુમાવ્યા છે અને કઈ મળ્યું નથી તે વાત સાથે સહમત નથી. આંદોલન થયું પણ કંઈ મળ્યું નથી તે કહી ન શકાય. પાટીદાર અનામત આંદોલનથી સમગ્ર સવર્ણ સમાજને લાભ મળી રહ્યો છે. અનેક પરિવાર અને દીકરાઓને નોકરીથી લઈને અન્ય લાભ મળી રહ્યા છે. મારી દૃષ્ટિએ એમણે આપેલી પ્રતિક્રિયા ગેરવ્યાજબી છે.

આ પણ વાંચોઃ VIDEO: 'પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કરસનભાઈને ના ખબર પડે': હાર્દિક પટેલનો વળતો જવાબ

આંદોલન કોઈ એક વ્યક્તિ કરી શકતી નથી-પીપળીયા

આંદોલન અંગે નેગેટિવ વાતો ફેલાવવામાં આવી રહી છે. આંદોલન કોઈ એક વ્યક્તિ કરી શકતી નથી. એક જનસમૂહનો આક્રોશ ઉભો થાય ત્યારે આંદોલન થતું હોય છે. અને આ જનસમૂહના આક્રોશને ડામવા માટે સરકાર શ્રી આવા ઉદ્યોગપતિઓ અને સમાજશ્રેષ્ઠોને આગળ ધરી અને પોતાના બચાવમાં નિકળતી હોય છે. એ જ રીતે અમરેલી લેટરકાંડનો ભોગ બનેલી નિર્દોષ યુવતી મામલે જે આક્રોશ ઉભો થયો છે એ આક્રોશને ડામવા માટે કરસનભાઈ જેવા ઉદ્યોગપતિને આગળ ધરીને મારી દૃષ્ટિએ દબાવી રહી છે. પરંતુ જ્યાં સુધી પોલીસ સામે પગલા નહીં લેવાય ત્યાં સુધી આ મામલો દબાશે નહીં. 

આ પણ વાંચોઃ VIDEO: પાટીદાર આંદોલનથી રાજકીય રોટલા શેકી મોટા થયા એ એક નગ્ન સત્ય, ...કરસનદાદાની વાત સાચી-

કોઈ પણ સરકાર હોય, કોઈ પણ પક્ષ હોય એ સ્વતંત્ર મુખ્યમંત્રી ક્યારેય ઈચ્છતા નહોતા. આનંદીબેન સ્વતંત્ર મુખ્યમંત્રી હતા, એટલે તેમનો ભોગ લેવાયો છે નહીં કે અનામત આંદોલનથી. ભૂપેન્દ્રભાઇ સ્વતંત્ર મુખ્યમંત્રી નથી, તેઓ ઉપરથી જે પ્રમાણે આદેશ આવે તે મુજબ કામ કરતા મુખ્યમંત્રી છે,એટલે તેમનો ભોગ લેવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

આ સમાચાર શેર કરો