VIDEO: અમદાવાદમાં વધુ એક બ્રિજ બંધ: બાપુનગરનો ઠક્કર નગર બ્રિજ કરાયો બંધ
અમદાવાદમાં અવાર નવાર બ્રિજોને કોઈ ને કોઈ કારણોસર રાહદારીઓ માટે બંધ કરવામાં આવતા
અમદાવાદમાં અવાર નવાર બ્રિજોને કોઈ ને કોઈ કારણોસર રાહદારીઓ માટે બંધ કરવામાં આવતા હોય છે. તેવી જ રીતેઆજે વહેલી સવારે બાપુનગરમાં આવેલો ઠક્કર નગર બ્રિજ રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. બ્રિજના સમારકામ માટે બંધ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
રીપેરિંગ કામ માટે કરાયો બ્રિજ બંધ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજને રીપેરિંગ કામ માટે બંધ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બ્રિજના પેચ વર્ગના કામ માટે બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ બંધ થતાં ત્યાંથી રોજ પસાર થતાં સામાન્ય લોકોને તકલિફ ઉભી થઈ છે, તેમજ તેઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.







