મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કોઇમ્બતુરમાં અન્નામલાઈનું ડ્રગ્સ વિરોધી અભિયાન

તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈ પોતાના નવા રાજકીય સંગઠન વી ધ લીડર્સના માધ્યમથી ડ્રગ્સ મુક્ત

તસવીર: gstv

તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈ પોતાના નવા રાજકીય સંગઠન વી ધ લીડર્સના માધ્યમથી ડ્રગ્સ મુક્ત તમિલનાડુ  જનજાગૃતિ અભિયાન માટે આજે કોઇમ્બતુર પહોંચ્યા હતા. કોઇમ્બતુરના પોલ્લાચી ખાતે યોજાનારી આ પ્રથમ ભવ્ય કોન્ફરન્સ માટે અન્નામલાઈનું રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર સેંકડો સમર્થકો અને યુવાનો દ્વારા પરંપરાગત રીતે ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સવારના દ્રશ્યોમાં મોટી સંખ્યામાં લોકો ડ્રગ્સ વિરોધી પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે એકઠા થયા હતા. અન્નામલાઈએ રાજ્યમાં વધતા નશીલા પદાર્થોના દૂષણને ડામવા અને યુવાધનને બચાવવા માટે એક વિશેષ પોલિસી પેપર અને ૫ વર્ષનો રોડમેપ જાહેર કર્યો છે. વહીવટીતંત્રે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત સુરક્ષા ગોઠવી છે.

આ સમાચાર શેર કરો