Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Tamil Nadu: BJP accepts resignation of veteran South Indian leader Annamalai

તમિલનાડુ: ભાજપે દ.ભારતના દિગ્ગજ નેતા અન્નામલાઈનું રાજીનામું સ્વીકાર્યું

Timeછેલ્લું અપડેટ : 05 Jun 2026
લાઇવ ટીવીGoogle News
તમિલનાડુ: ભાજપે દ.ભારતના દિગ્ગજ નેતા અન્નામલાઈનું રાજીનામું સ્વીકાર્યું
સોર્સ : gstv

તમિલનાડુમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈએ રાજીનામું આપી દીધું છે, જેને ભાજપ હાઈકમાન્ડ દ્વારા સ્વીકારી પણ લેવામાં આવ્યું છે. અન્નામલાઈ છેલ્લા કેટલાક મહિનાઓથી પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતા. તાજેતરમાં જ તેઓ દિલ્હી પણ આવ્યા હતા, જ્યાં તેમણે ભાજપના કેન્દ્રીય નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પણ તેમના રાજીનામા અંગે ચર્ચા થઈ હતી. જો કે, હવે તેમણે સત્તાવાર રીતે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે અને પાર્ટીએ તેમનું રાજીનામું પણ સ્વીકારી લીધું છે. દક્ષિણ ભારતમાં ભાજપનો જનાધાર વધારવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અન્નામલાઈના આ પગલાથી તમિલનાડુનું રાજકારણ ગરમાયું છે.

દ.ભારતના દિગ્ગજ નેતા અન્નામલાઈએ રાજીનામું આપ્યું

ભાજપ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ પ્રમાણે અન્નામલાઈએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને તેમના આ રાજીનામાનો તાત્કાલિક અસરથી સ્વીકાર પણ કરી લીધો છે.

પાર્ટીએ રાજીનામાનો સ્વીકાર કર્યો

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલય પ્રભારી અરુણ સિંહની સહી સાથે જારી કરવામાં આવેલી આ પ્રેસ રિલીઝમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કે. અન્નામલાઈ હવે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પણ રહ્યા નથી. પ્રેસ નોટમાં લખવામાં આવ્યું છે કે, 'ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને તમિલનાડુના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈ દ્વારા પક્ષના પ્રાથમિક સભ્યપદેથી આપવામાં આવેલું રાજીનામું સ્વીકારી લીધું છે.'

App Store