Video: ઓમાનથી પ્રત્યાર્પણ બાદ CBIની કસ્ટડીમાં

મહાદેવ ઓનલાઈન બુકના પ્રમોટર અને કથિત ગેરકાયદે સટ્ટા સિન્ડિકેટના મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરને ઓમાનથી ભારત લાવવામાં આવ્યો છે. ભારતીય તપાસ એજન્સીઓના પ્રયાસો બાદ તેનું પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે. CBIની વિશેષ ટીમ તેને ઓમાનથી ભારત લઈને આવી છે. દિલ્હી ખાતે CBI મુખ્યાલયમાં તેને લાવવામાં આવ્યો હોવાના દૃશ્યો સામે આવ્યા છે. સૌરભ ચંદ્રાકર સામે CBIના બે કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ મની લોન્ડરિંગના કેસમાં તપાસ કરી રહી છે. CBIના જણાવ્યા અનુસાર તેને તબીબી તપાસ બાદ ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી રાયપુર લઈ જવામાં આવશે જ્યાં વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
જાહેરાત







