Video: બદરીનાથથી ફાટા જતું હેલિકોપ્ટર ક્રેશ , છ લોકો હતા સવાર

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બદરીનાથ ધામથી ફાટા જઈ રહેલું ટ્રાન્સ ભારત કંપનીનું હેલિકોપ્ટર જોશીમઠ નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોશીમઠના હાથિ પહાડ પાછળ આવેલા ચાયી ગામના વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયાની માહિતી મળતા સ્થાનિક તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગે સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે. UCADA દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં પાયલટ કેપ્ટન હિમાંશુ સહિત કુલ છ લોકો સવાર હતા, જેમાં પાંચ મુસાફરોનો સમાવેશ થાય છે. જોકે, સતત વરસાદ, ગાઢ વાદળો અને ઓછી વિઝિબિલિટીના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.








