Video: નાગપુરમાં ક્રેન દુર્ઘટના: બે લોકોના મોત

નાગપુરમાં એક બાંધકામ હેઠળની મ્હાડા (MHADA) ઈમારત પર મોટી ક્રેન ધસી પડતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ કમનસીબ ઘટનામાં બે શ્રમિકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને રાહત ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.






