Video: ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ ભુવનેશ્વરમાં ચક્રવાત મુરાસુ સામેની તૈયારીઓની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

સોર્સ: gstv

ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીની વિશેષ ઉપસ્થિતિમાં ભુવનેશ્વર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ચક્રવાત મુરાસુ સામે પહોંચી વળવા માટેની તૈયારીઓ અને લેવાયેલા સાવચેતીના પગલાંની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ અરવિંદ પાધી, હવામાન વિભાગ ભુવનેશ્વરના નિયામક મનોરમા મોહંતી તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંભવિત તોફાનની અસરોને પહોંચી વળવા અને જાનમાલનું નુકસાન અટકાવવા માટે તંત્ર દ્વારા તમામ જરૂરી આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે

આ સમાચાર શેર કરો

જાહેરાત