મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માળીયા હાટીનામાં દેખાયું મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, તંત્રએ જાહેર કર્યું એલર્ટ

માળીયા હાટીનામાં શહેર સહિત સમગ્ર ગીર વિસ્તારમાં મેઘરાજામના રૌદ્ર સ્વરૂપથી જળબંબાકારની

માળીયા હાટીનામાં શહેર સહિત સમગ્ર ગીર વિસ્તારમાં મેઘરાજામના રૌદ્ર સ્વરૂપથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેને લઈને તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે. તંત્રએ લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરી છે. 4 કલાકમાં 3 ઈંચથી વધારે વરસાદ પડતા મેઘલ નદીમાં પૂર આવ્યું છે.

નદીમાં આવ્યું ઘોડાપૂર

માળીયા હાટીનામાં ભારે વરસાદને કારણે શહેર નજીકથી પસાર થતી મેઘલ નદીમાં ઘોડાપૂર આવતા નદી બે કાંઠે વહેતી થઈ છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો જેમ કે, શાકમાર્કેટ રોડ, મફત પ્લોટ, રણછોડ નગર, પટેલ સમાજ, જલારામ મિલ રોડ, જલારામ ગરબી ચોક સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોનો હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 

લોકોને સાવચેત રહેવા કરાઈ અપીલ

મામલતદાર કે. કે વાળા દ્વારા તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી છે તેમજ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. નદી નાળા અને પાણીના ભારે વહેણ વાળા વિસ્તારથી લોકોને દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. તો ભાખરવડ ડેમ, કાળેશ્વર ડેમ, મેઘલ ડેમ, સહિતના તાલુકામાં મોટાભાગના જળાશયો ઓવરફ્લો થવાની તૈયારી છે અને નદી નાળા બે કાંઠે વહેતા થયા છે.

આ સમાચાર શેર કરો