South Korea heavy Rain: દક્ષિણ કોરિયામાં સાંબેલાધાર વરસાદને લીધે વિનાશ વેરાયો, 4નાં મોત, 1400 લોકોનું સ્થળાંતર

South Korea Heavy Rain: છેલ્લા બે દિવસથી દક્ષિણ કોરિયામાં, લગભગ સતત પડી રહેલા ભારે વરસાદને લીધે ઓછામાં ઓછા 4નાં મોત થયા છે. જ્યારે 1300થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે.
આ માહિતી આપતાં અધિકારીઓએ ગુરૂવારે સાંજે જણાવ્યું હતું કે, હજી સુધીમાં પ્રાપ્ત અહેવાલો પ્રમાણે તો કુલ 1382 જણને સલામત સ્થળે ખસેડવા પડયા છે. મૃત્યુ પામેલાઓ પૈકી 1નું મોટર ઉપર જ એક દીવાલ તૂટી પડતાં મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય ત્રણ તેમની મોટરમાં હતા તે મોટર ડૂબી જવાથી તેમનું મૃત્યું થયું હતું.
તેઓએ કહ્યું ઓસામ શહેર પાસેના ઓવર-પાસની બંને બાજુની દીવાલો પૈકી એક ભીંત તૂટી પડતાં ઓવરપાસની બાજુના રસ્તા પરથી પસાર થતી મોટર પર તે દીવાલ તૂટી પડી હતી તેથી મોટરચાલકનું મૃત્યું થયું હતું. આ ઘટના પાટનગર સીઉલ પાસે જ બની હતી. અન્ય ૩ વ્યક્તિઓ જે કારમાં જતી હતી તે કાર નદીમાં અચાનક આવેલા પૂરમાં ડૂબી જતાં તે ત્રણેનાં નિધન થયા હતા.
સત્તાવાળાઓ આ બંને ઘટનાઓ અંગે વધુ તપાસ કરી રહ્યાં છે. બીજી તરફ ઋતુચક્ર જ્ઞાતાઓ કહે છે કે વિશ્વભરમાં ગરમીનું પ્રમાણ ઘણું ઊંચું ગયું છે તેથી આવી અસામાન્ય વરસાદની ઘટનાઓ બનતી જ રહે છે.

