Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Jane Street: Jane Street scam kills 35% of options premium business: Expiration day turnover continues to decline

 Jane Street: જેન સ્ટ્રીટ કૌભાંડે ઓપ્શન્સ પ્રિમિયમનો બિઝનેસ 35 ટકા સુધી ખતમ કર્યોઃ એક્સપાયરી ડેનું ટર્નઓવર સતત ઘટી રહ્યું છે

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2025
લાઇવ ટીવીGoogle News
 Jane Street: જેન સ્ટ્રીટ કૌભાંડે ઓપ્શન્સ પ્રિમિયમનો બિઝનેસ 35 ટકા સુધી ખતમ કર્યોઃ એક્સપાયરી ડેનું ટર્નઓવર સતત ઘટી રહ્યું છે
સોર્સ : google

Jane Street: ઈન્ડેક્સ ઓપ્શન્સ પ્રીમિયમ ટર્નઓવર એ વાસ્તવિક મૂડીના ઉપયોગ અને જોખમ લેવાની ક્ષમતાનું મુખ્ય માપ છે, જ્યારે ગુરુવારે ઓપ્શન્સ એક્સપાયરી-ડે પરંપરાગત રીતે અઠવાડિયાનો સૌથી સક્રિય ટ્રેડિંગ દિવસ હોય છે.

App Store

શેરબજારમાં ઓપ્શન ટ્રેડિંગ લોકપ્રિય થતું જાય છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં ડેરિવેટિવ્ઝ સેગ્મેન્ટમાં વોલ્યુમ એટલા બધા વધી ગયા છે કે, નાના ટ્રેડર્સને બચાવવા  માટે સેબીને કેટલાક નિયમો બનાવવા પડ્યા અને વીકલી એક્સપાયરીની સંખ્યા મર્યાદિત કરવી પડી. સેબીની સતર્કતાથી ડેરિવેટિવ્ઝ માર્કેટમાં અમેરિકી પ્રોપ ડેસ્ક જેન સ્ટ્રીટની ડેરાફેરીનો પર્દાફાશ થયો. 

ભારતની ડેરિવેટિવ્ઝ ઇકોસિસ્ટમ હચમચી ગઈ છે. વિશ્વના સૌથી મોટા ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એનએસઇ પર ઇન્ડેક્સ ઓપ્શન્સ પ્રીમિયમ ટર્નઓવર ત્રીજા ભાગથી વધુ ઘટ્યું છે કારણ કે એક્સચેન્જના સૌથી મોટા ખેલાડીઓમાંના એક, ઝેન સ્ટ્રીટ, હવે બજારમાં નથી. એક્સચેન્જ ડેટા દર્શાવે છે કે ગુરુવાર, 17 જૂનના રોજ સાપ્તાહિક સમાપ્તિ પર એનએસઇ ઓપ્શન્સ પ્રીમિયમ ટર્નઓવર માત્ર રૂ.39,625.77 કરોડ હતું, જે જૂનના સમાપ્તિ દિવસના સરેરાશ રૂ. 60,605 કરોડના ટર્નઓવરથી 35 ટકા ઓછું છે.

આ મહિને એક્સપાયરી ડે ટર્નઓવરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 3 જુલાઈના રોજ એક્સપાયરી સમયે રૂપિયા 61,511 કરોડથી, ગયા અઠવાડિયે વોલ્યુમ ઘટીને રૂપિયા 45,884 કરોડ થયું અને પછી તાજેતરના ટ્રેડિંગ સત્રમાં રૂપિયા 40,000 કરોડના મહત્વપૂર્ણ સ્તરથી નીચે આવી ગયું.

ઈન્ડેક્સ ઓપ્શન્સ પ્રીમિયમ ટર્નઓવર એ વાસ્તવિક મૂડીના ઉપયોગ અને જોખમ લેવાની ક્ષમતાનું મુખ્ય માપ છે, જ્યારે ગુરુવારે ઓપ્શન્સ એક્સપાયરી ડે પરંપરાગત રીતે અઠવાડિયાનો સૌથી સક્રિય ટ્રેડિંગ દિવસ હોય છે. સેબીએ આ મહિનાની શરૂઆતમાં માર્કેટ મેનિપ્યુલેશન કેસમાં હાઇ-ફ્રિકવન્સી ટ્રેડિંગ જાયન્ટ જેન સ્ટ્રીટ પર ભારતીય બજારોમાં પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં કંપનીના ઓપરેશન્સના આશ્ચર્યજનક સ્કેલનો ખુલાસો થયો હતો.સેબીની તપાસમાં જાણવા મળ્યું કે જેન સ્ટ્રીટે "F&Oમાં 'રોકડની સમાંતર' સૌથી વધુ જોખમ સતત લીધું હતું, ખાસ કરીને ઇન્ડેક્સ ઓપ્શન સમાપ્તિ દિવસોમાં આવું થયું હતું".

જેન સ્ટ્રીટના ભવિષ્યને લઇને્ બજારમાં ચિંતાનો માહોલ છે. સેબીની તપાસમાં એક જટિલ મેનીપ્યુલેશન સ્કીમનો ખુલાસો થયો હતો જેમાં જેન સ્ટ્રીટે કથિત રીતે કેશ ઇક્વિટી, સ્ટોક ફ્યુચર્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સ સેગમેન્ટનો ઉપયોગ ભાવને પ્રભાવિત કરવા અને ઓપ્શન્સ સેગમેન્ટમાં નોંધપાત્ર નફો કમાવવા માટે કર્યો હતો.