Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat weather forecast: Heavy rain forecast in this district of North Gujarat today, know which districts will receive rain

Gujarat weather forecast: આજે ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો કયા-કયા જિલ્લામાં પડશે વરસાદ

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Gujarat weather forecast: આજે ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો કયા-કયા જિલ્લામાં પડશે વરસાદ
સોર્સ : gstv

Gujarat weather forecast: રાજ્યમાં છેલ્લા એક મહિનાથી ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ચુક્યું છે. આ દરમ્યાન દક્ષિણ ગુજરાત, કચ્છ કાઠિયાવાડ, ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ વરસ્યો પરંતુ છેલ્લા ચારથી પાંચ દિવસથી વરસાદને બ્રેક વાગી ગઈ છે. જો કે, હવામાન વિભાગે રાજ્યમાં ફરી વરસાદની રમઝટ બોલાવવાની આગાહી કરી છે. આગામી 7 દિવસ રાજ્યમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે પણ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

App Store

મળતી વિગતો અનુસાર, ગુજરાતમાં એક મહિના કરતાં વધુ સમયથી ચોમાસું બેસી ગયું છે. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ બદલાઈને મે માસની કાળઝાળ ગરમીમાં ફેરવાઈ ગયો છે. આમ છતાં હવામાન વિભાગે વરસાદ અંગે આગાહી કરી છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી દર્શાવી છે.

આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આજે ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદ થવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. સામાન્ય રીતે 255.7 mm વરસાદ થવો જોઈએ એના કરતાં રાજ્યમાં અત્યાર સુધી કુલ 388.6 mm નોંધાઈ ચુક્યો છે. આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.