Gujarat weather forecast: ગુજરાતમાં વરસાદ ખેંચાઈ જતા આગામી 7 દિવસ ગરમી અનુભવાશે

Gujarat weather forecast: રાજ્યમાં છેલ્લા એક મહિનાથી ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ચુક્યું છે. આ દરમ્યાન દક્ષિણ ગુજરાત, કચ્છ કાઠિયાવાડ, ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ વરસ્યો પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા ગરમીનો અનુભવાઈ રહી છે. જો કે, હવામાન વિભાગે આગામી 5 દિવસ વીજળીના કડાકા થવાનું અને છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વરસાદ ખેંચાઈ જતા આખરે આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે.
મળતી વિગતો અનુસાર, ગુજરાતમાં એક મહિનાથી સારી રીતે ચાલતા ચોમાસાને અચાનક બ્રેક વાગી ગઈ છે. રાજ્યમાં ત્રણ-ચાર દિવસથી વરસાદ ખેંચાઈ જતા આખરે મે માસ જેવી ગરમી જોવા મળી રહી છે. જેના લીધે સરકારી સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં વાયરલ બીમારીના કેસો વધી રહ્યા છે. આ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળો પણ ફેલાયો છે. આ દરમ્યાન આગામી 7 દિવસ વરસાદની કોઈ શક્યતા ન હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. માત્ર 5 દિવસ સુધી વીજળીના કડાકા થશે.
ગુજરાતમાં ચોમાસું ખેંચાતા ગરમીમાં વધારો થશે
રાજ્યમાં ચોમાસું ખેંચાઈ જતા વિવિધ વરસાદી સિસ્ટમને જાણે બ્રેક લાગી છે. જેના લીધે ગુજરાતમાં વરસાદી વાતાવરણમાં વિક્ષેપ પડયો છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં એકાએક વધારો થતા એકથી બે ડિગ્રી વધી જશે. વરસાદનું જોર ઘટતા ગરમીનું પ્રમાણ વધુ અનુભવાશે. જો કે, અમદાવાદ શહેર અને આસપાસમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.

