VIDEO: મોડાસામાં વિશ્વ મજૂર દિવસે આંગણવાડી કર્મીઓનું પ્રદર્શન, પડતર માંગણીઓ ન સંતોષાતા સરકાર સામે ઠાલવ્યો રોષ
અરવલ્લી જિલ્લાના મોડાસામાં 1 મે ગુજરાત સ્થાપના દિવસ અને વિશ્વ મજૂર દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવ
અરવલ્લી જિલ્લાના મોડાસામાં 1 મે ગુજરાત સ્થાપના દિવસ અને વિશ્વ મજૂર દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. આંગણવાડી સંગઠને આ દિવસને માંગ દિવસ તરીકે ઉજવી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ટાઉન હોલ ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલી બહેનોએ લઘુત્તમ વેતન સહિતની પડતર માંગણીઓ મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા હતા. આંગણવાડી કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, ઉપરી અધિકારીઓ અને સુપરવાઈઝર બહેનો દ્વારા તેમને અવારનવાર ધમકાવવામાં આવે છે. પોતાની ન્યાયિક માંગણીઓ માટે આંગણવાડી સંગઠને લડાયક મૂડ બતાવ્યો છે.







