મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: સાબર ડેરીએ પશુપાલકોના હિતમાં કર્યો નિર્ણય, જાણો કેટલો ભાવ વધારો આપ્યો

સાબરકાંઠાની સાબર ડેરીની સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ અને સફળત

સાબરકાંઠાની સાબર ડેરીની સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ અને સફળતાપૂર્વક પૂર્ણ થઈ. સભામાં દૂધના ભાવમાં 995 રૂપિયાનો વધારો આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો. આમાંથી 960 રૂપિયાનો ભાવ વધારો પશુપાલકોને પહેલેથી જ ચૂકવી દેવાયો છે, જ્યારે બાકીના 35 રૂપિયાનો વધારો આગામી ચાર દિવસમાં ચૂકવી દેવાશે. સભા દરમિયાન કોઈ જાતના વાદ-વિવાદ કે વિરોધ વિના તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા...આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, અને તેઓએ ડેરીના આ પગલાને આવકાર્યું છે.   

સાડા ત્રણ લાખ પશુપાલકોના હિતમાં લીધો નિર્ણય

સાડા ત્રણ લાખ પશુપાલકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે સાધારણ સભા યોજાય તે પહેલા પશુ પાલકોએ ચિંમકી ઉચ્ચારી હતી  જાહેરાત કરી હકી કે જો સભામાં ભાવ યોગય નહી મળે તો 12 ઓગસ્ટથી અચોક્કસ મુદતનું આંદોલન શરૂ કરાશે. 

ઉલ્લેખનીય છે કે  અગાઉ 14 જુલાઈએ પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. સાબર ડેરીએ 395 રૂપિયા પ્રતિ કિલો ફેટનો ભાવફેર જાહેર કર્યો હતો, જ્યારે પશુપાલકો 20 ટકા ભાવફેરની માંગ કરી છે.સામાન્ય સભામાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની સહકારી દૂધ મંડળીના ચેરમેન ઉપસ્થિત રહેશે..સાબર ડેરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ચેતન પટેલે પોલીસથી ન ડરવા અને વિરોધ કરવાની હાકલ કરી હતી.

સાબર ડેરીએ 395 રૂપિયા પ્રતિ કિલો ફેટનો ભાવફેર જાહેર કર્યો હતો, જ્યારે પશુપાલકો 20 ટકા ભાવફેરની માંગ કરી છે.સામાન્ય સભામાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની સહકારી દૂધ મંડળીના ચેરમેન ઉપસ્થિત રહેશે. સાબર ડેરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ચેતન પટેલે પોલીસથી ન ડરવા અને વિરોધ કરવાની હાકલ કરી હતી.

આ સમાચાર શેર કરો