VIDEO: સુરેન્દ્રનગરના ફૂલવાડી ગામે અમદાવાદના એક વૃદ્ધ ખેડૂત સાથે 1.25 કરોડ રૂપિયાની જમીન છેતરપિંડીની ઘટના
સુરેન્દ્રનગરના ફૂલવાડી ગામે અમદાવાદના એક વૃદ્ધ ખ

સુરેન્દ્રનગરના ફૂલવાડી ગામે અમદાવાદના એક વૃદ્ધ ખેડૂત સાથે 1.25 કરોડ રૂપિયાની જમીન છેતરપિંડીની ઘટના સામે આવી છે. ખાતેદાર ન હોવાથી ખેડૂતે વિશ્વાસમાં આવીને મુળજી સેનવાના નામે 45 એકર જમીન ખરીદી હતી, પરંતુ આરોપીએ સમજૂતી કરાર છતાં પોતાના પરિવારના નામે વારસાઈ ચડાવી દીધી હતી.કૌભાંડ ત્યારે બહાર આવ્યું જ્યારે આરોપીએ જમીન પર 41 લાખની બેંક લોન લીધી અને વર્ષ 2025માં જમીન વેચવાનો પ્રયાસ કર્યો. આ મામલે પાણશીણા પોલીસ મથકે બે આરોપીઓ સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ તેજ કરી છે.








