મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: અમિત શાહના PM બનવાના રસ્તામાં એક જ કાંટો, યોગીને હટાવવાનો પ્લાન તૈયાર- કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સમાજવાદી પાર્ટી (સપા)ના અ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અખિલેશ યાદવે પત્રકાર પરિષદ કરી હતી. ઇન્ડિયા ગઠબંધનના આ બન્ને નેતાઓની પત્રકાર પરિષદ ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં મળી હતી. આ દરમિયાન કેજરીવાલે કહ્યું, ભાજપ અને પીએમ મોદી પોતાના માટે નહીં પણ અમિત શાહ માટે મત માંગી રહ્યાં છે. ભાજપ જીત્યું તો 2-3 મહિનામાં યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદેથી હટાવી દેવામાં આવશે. આ લોકો બંધારણ પણ બદલી નાખશે. 

અરવિંદ કેજરીવાલે શું કહ્યું?

અરવિંદ કેજરીવાલે મોટો દાવો કરતા કહ્યું, "પીએમ મોદીએ નક્કી કરી લીધુ છે કે અમિત શાહને પોતાના વારસ બનાવશે. અમિત શાહ સામે જે વિઘ્ન હતા તેમનું પત્તુ સાફ કરવામાં આવ્યું છે. શિવરાજ સિંહ, રમણ સિંહ, ફડણવીસ, ખટ્ટર, રાજે..એક એક કરીને બધાને ખતમ કરી નાખવામાં આવ્યા. એક જ વ્યક્તિ છે જે તેમના માટે કાંટો બની શકે છે તેમને પણ હટાવવાનો પુરો પ્લાન બનાવી લેવામાં આવ્યો છે."

આ સમાચાર શેર કરો