કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં અમિત ચાવડાનો ભાજપ પર પ્રહાર, SIR કામગીરીમાં મતદારોના નામ કમી કરવાના ષડયંત્રનો આક્ષેપ
ગુજરાત કોંગ્રેસ દ્વારા જનતાની સમસ્યાઓને વાચા આપવા દક્ષિણ ગુજરાતમાં જન આક્રોશ યાત્રાનો પ્રારંભ કરવ

ગુજરાત કોંગ્રેસ દ્વારા જનતાની સમસ્યાઓને વાચા આપવા દક્ષિણ ગુજરાતમાં જન આક્રોશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા તુષાર ચૌધરીની આગેવાનીમાં આ યાત્રા નવસારીના ખેરગામથી ચીખલીના તલાવચોરા પહોંચી હતી, જ્યાં તે વિશાળ સભામાં પરિવર્તિત થઈ હતી.સભા દરમિયાન અમિત ચાવડાએ આમ આદમી પાર્ટીને ભાજપની 'B ટીમ' ગણાવી આકરા પ્રહારો કર્યા હતા. તેમણે SIR કામગીરીમાં મતદારોના નામ કમી કરવાના ષડયંત્રનો આક્ષેપ કરી કાયદેસરની લડતની ચીમકી આપી હતી. બીજી તરફ, ધારાસભ્ય અનંત પટેલે પણ આક્રમક અંદાજમાં આદિવાસીઓના હકની વાત કરી ચીખલી વિસ્તાર સર કરવાનો દાવો કર્યો હતો.








