મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં ઈસનપુર તળાવ વિસ્તારમાં AMCનું મેગા ડિમોલિશન, હજારો મકાનો પર ફરશે તંત્રનું બુલડોઝર

અમદાવાદમાં આજે મેગા ડિમોલિશન કર

અમદાવાદમાં આજે મેગા ડિમોલિશન કરવામાં આવશે. મળતા અહેવાલ પ્રમાણે 1000 મકાન પર આ કામગીરી કરવામાં આવશે. AMCનો 500 લોકોના સ્ટાફ, 500 પોલીસ જવાનો સાથે આ કામગીરી હાથ ધરવામાં આવશે. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

20 JCB, ડમ્પર પણ ગોઠવી દેવામાં આવ્યા

20 JCB, ડમ્પર પણ ગોઠવી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફેરવવામાં આવશે. કોર્પોરેશનની વિવિધ ઝોનમાંથી પણ ટીમો હાજર રહેશે. અગાઉ ચંડોળા તળાવ વિસ્તારમાં પણ ડિમોલિશન હાથ ધરવામાં આવશે. AMC દ્વારા તળાવની  જમીનને ખુલ્લી કરાવવાની આ સૌથી મોટી ઝુંબેશ છે. ઉલ્લેખનીય છે કે ચુસ્ત બંદોબસ્ત હેઠળ સમગ્ર AMC ડિમોલિશન કરશે.

1000થી વધુ દબાણો દૂર કરવાની કામગીરી

મળતી માહિતી મુજબ, ચંડોળા તળાવની જેમ ઈસનપુર તળાવમાં પણ 1000થી વધુ લોકો દબાણ કરીને ત્યાં ગેરકાયદે રહે છે. AMC દ્વારા ચંડોળા બાદ હવે ઈસનપુર તળાવના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે માટે 500 જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી અને મજૂરોને કામે લગાડવામાં આવ્યા છે. દબાણ દૂર કરવા માટે 20 જેટલા જેસીબી મશીન સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. 

આ સમાચાર શેર કરો