VIDEO: બોરવેલ કૌભાંડનો આક્ષેપ, પત્ર લખ્યો છે તો તપાસ થશે- કહીને સાંસદ ભરત સિંહે જવાબ આપવાનું ટાળ્યું
ગુજરાતના સાસંદ ભરતસિંહ ડાભીએ ખુલ્લો પત્ર લખતા ભાજપમાં ખળભળાટ મચ્યો છે.મહેસાણા-તારંગા-અંબાજી રેલવે લાઇનમાં બન
ગુજરાતના સાસંદ ભરતસિંહ ડાભીએ ખુલ્લો પત્ર લખતા ભાજપમાં ખળભળાટ મચ્યો છે.મહેસાણા-તારંગા-અંબાજી રેલવે લાઇનમાં બનાવટી બોરવેલમાં કૌભાંડનો આક્ષેપ ભરતસિંહ ડાભીએ કર્યો છે. રેલ્વે લાઈનમાં જમીન સંપાદન કરવામાં આવી છે, આ સંપાદનમાં ખોટા બોરવેલ દર્શાવીને કૌભાંડ કરવાનો આરોપ મૂક્યો છે. રેલવે જમીન સંપાદનમાં જમીનમાં 10 થી 20 ફૂટ પાઇપ નાખી બોરવેલ દર્શાવીને કૌભાંડ આચરવામાં આવ્યું છે કૌભાંડ મામલે ભરતસિંહ મીડિયા સમક્ષ જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું સમગ્ર મામલે કેન્દ્રીય મંત્રીને પત્ર લખ્યો છે તો અંગે તપાસ કરવામાં આવશે.
કૌભાંડમાં રેલવેના અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાની આશંકા
કૌભાંડમાં રેલવેના અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ખોટા બોરવેલ બતાવીને કેટલાક લોકોએ અધિકારીઓ સાથે મળીને આર્થિક સહાયના પણ સાંસદે આરોપ લગાવ્યા છે.
સાંસદ ભરતસિંહ ડાભીએ વિજિલન્સ તપાસની કરી માંગ
સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્રીય રેલવે.મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્રમાં બોરવેલ કૌંભાડ અંગે જાણ કરી હતી. તો બીજી તરફ વિજિલન્સ તપાસની પણ માંગ કરી છે. આમ ભાજપના જ સાંસદે પત્ર લખીને સવાલ ઉભા કર્યા છે. સાંસદનો પત્ર સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે.






