મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર બસ-ટ્રક વચ્ચે અકસ્માત, 6 લોકોના મોત

Ahmedabad Vadodara Highway Accident 6 Death | અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વહેલી સવારે અકસ્માત સર્જાતા છ લોકોના મોત થયા છે. વડોદરાથી અમદાવાદ તરફ આણંદના


અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વહેલી સવારે અકસ્માત સર્જાતા છ લોકોના મોત થયા છે. વડોદરાથી અમદાવાદ તરફ આણંદના ચિખોદરા નજીક ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મૃતકો રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ-વડોદરા હાઇવે પર અકસ્માત

મહારાષ્ટ્રથી રાજસ્થાન તરફ જઇ રહેલી ખાનગી બસને અમદાવાદ-વડોદરા હાઇવે પર આણંદના ચિખોદરા નજીક અકસ્માત નડ્યો હતો. ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ્યારે ત્રણ વ્યક્તિના સારવાર દરમિયાન મોત થયા હતા.

બનાવની જાણ થતા જ ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માત વહેલી સવારે ચાર વાગ્યે થયો હતો. આ અકસ્માતમાં 12થી 15 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.

આ સમાચાર શેર કરો