VIDEO: અમદાવાદ/ નિકોલ પોલીસ સ્ટેશનના PI સામે તપાસ બેસાડાઈ, જાણો શું છે સમગ્ર મામલો
અમદાવાદના ડિસિપ્લિન ફોર્સના નામે તાનાશાહી વર્તાતી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. શહેરન

અમદાવાદના ડિસિપ્લિન ફોર્સના નામે તાનાશાહી વર્તાતી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. શહેરના નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.ડી જાટ પર તેમની તાબાના કર્મચારીઓએ માનસિકત્રાસ આપતા હોવાની અરજી કરવામાં આવી હતી.
PSI જે.બી શિયાળે લેખિતમાં શહેર પોલીસ કમિશનર તથા ગૃહરાજ્યમંત્રીને અરજી કરી
PSI જે.બી શિયાળે લેખિતમાં શહેર પોલીસ કમિશનર તથા ગૃહરાજ્યમંત્રીને અરજી કરી હતી.સમગ્ર મામલાને લઈને ઇન્ચાર્જ ઝોન-૬ ડીસીપીએ પી.આઇ કે. ડી જાટ વિરુદ્ધ ખાતાકીય તપાસ શરૂ કરી હતી. પી. આઈના ત્રાસના લીધે અગાઉ સાત પોલીસ કર્મચારીઓએ નિકોલ પોલીસ સ્ટેશનમાંથી પોતાની બદલી પણ કરાવી હતી.
સાત કર્મચારીઓએ પોતાની બદલી પણ કરાવી હતી
જોકે આ અંગે એચ ડિવિઝનના એસીપી આ બંન્ને કેસની તપાસ કરશે.ગઈકાલે રાત્રે વધુ એક PSI દ્વારા PI કેડી ઝાટ સામે કંટ્રોલરૂમમાં ફરિયાદની ઘટના સામે આવી હતી.
PSI શિયાળ પરિવાર સાથે ગાયબ
PSI શિયાળનો આ પત્ર વાયરલ થયા બાદ તેઓ પરિવાર સાથે બહારગામ જવાનું કહીને ભેદી રીતે ગાયબ થઇ જતા તપાસનો વિષય બન્યો છે. આ મામલે ACP કૃણાલ દેસાઇએ જણાવ્યુ કે PSIએ કરેલી અરજી મામલે આક્ષેપિત તમામ લોકોના નિવેદન નોંધવામાં આવશે.
ઉપરાંત નિકોલ પોલીસ સ્ટેશનના સ્ટાફના અન્ય કર્મીઓના પણ નિવેદન નોંધીશું. પત્રમાં જે મહિલા ASIનો ઉલ્લેખ કર્યો છે તેમની પણ પૂછપરછ કરીને યોગ્ય તપાસ કરીને આક્ષેપિત પીઆઇની પણ પૂછપરછ કરાશે.








