VIDEO: અમદાવાદની હિન્દૂ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, બ્લેકમેલ કરી મહેસાણાના મુસ્લિમ યુવકે આચર્યું દુષ્કર્મ, નોંધાઈ પોલીસ ફરિયાદ
Ahmedabad New : અમદાવાદ શહેરમાં વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી ધમકીઓ આપી તેની પર દુષ્કર્મ ગુજારતા પ

Ahmedabad New : અમદાવાદ શહેરમાં વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી ધમકીઓ આપી તેની પર દુષ્કર્મ ગુજારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીએ મિત્ર વર્તુળ થકી અમદાવાદની યુવતીને ફસાવી તેને મહેસાણા ખાતે બળજબરી પૂર્વક લઈ જઈ તેની પર દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે. કોણ છે આરોપી અને શું હતી સમગ્ર ઘટના જોઈએ આ અહેવાલમાં.
દોઢ વર્ષ પહેલા મિત્ર મારફતે યુવતીની અલ્ફાઝ કાઝી સાથે મિત્રતા થઈ
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી અને હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી 27 વર્ષીય યુવતી પરદુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના બની છે. દોઢેક વર્ષ પહેલા યુવતીને તેની મિત્ર મારફતે અલ્ફાઝ કાઝી નામના મહેસાણાના યુવક સાથે પરિચય થયો હતો. જે બાદ તેઓ અવારનવાર મળતા હતા. થોડાક મહિનાઓ પહેલાં યુવતી અલ્ફાઝ કાઝી સાથે મહેસાણા બાજુ જતી હતી ત્યારે તેણે યુવતીને જણાવ્યું હતું કે તેની દારૂની ગાડી પકડાઈ છે. તે સમયે યુવતીને જાણ થઈ હતી કે આરોપી દારૂનો ધંધો કરે છે. જેના કારણે યુવતીએ તેની સાથે મિત્રતા ઓછી કરી નાખી હતી. જે બાદ પણ અવારનવાર આરોપીએ યુવતીને મિત્રતા રાખવા માટે દબાણ કર્યું હતું અને ધમકીઓ આપી હતી.
મહેસાણાના ગેસ્ટહાઉસમાં યુવતી પર દુષ્કર્મ આચર્યું
17 મે 2024 ના રોજ યુવતી ઘરે હાજર હતી, તે વખતે અલ્ફાઝ કાઝી બપોરના 2:00 વાગ્યા આસપાસ તેના ઘરે આવ્યો હતો અને તેને પોતાની સાથે લઈ જવા માટે દબાણ કર્યું હતું. યુવતીએ ના પાડતા આરોપીએ તેને સોસાયટીમાં બદનામી કરી નાખશે અને તેવી ધમકીઓ આપી હતી. જેના કારણે યુવતી તેની સાથે ગઈ હતી. આરોપીએ તેને અલગ અલગ જગ્યાએ ફેરવી રાત્રે 11 વાગ્યા આસપાસ મહેસાણા ખાતે ગંગોત્રી ગેસ્ટહાઉસ નામની જગ્યાએ લઈ જઈ બળજબરીપૂર્વક તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
દુષ્કર્મ બાદ પણ મળવા માટે અલ્ફાઝે બ્લેકમેલ કરી
આ ઘટનાનાં થોડાક દિવસો બાદ ફરિવાર અલ્ફાઝ કાઝીએ યુવતીને ફોન કરી મળવા બોલાવતા યુવતીએ ના પાડતા આરોપીએ તેના ઘરની નીચે આવ્યો હતો. આરોપીએ યુવતતીને વીડિયો કોલ કરી મળવા નહીં આવે તો તેને અને તેની અલ્ફાઝ સાથેના ફોટા વાયરલ કરવાની અને તેને અને પિતાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જે બાબતે કંટાળી અંતે યુવતી દ્વારા સોલા પોલીસ સ્ટેશનમાં અલ્ફાઝ કાઝી સામે દુષ્કર્મ અને ધમકી આપવા બાબતની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અલ્ફાઝની વિવિધ 6 ગુનાઓમાં સંડોવણી બહાર આવી
આ ઘટનાને લઈને સોલા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ ગુનામાં સામે આરોપી અલ્તાફ કાઝી અગાઉ હત્યા, રાયોટિંગ, ચોરી અને દારૂ જેવા છ જેટલા ગુનાઓ આચરી ચૂક્યો હોય તેવું તપાસમાં સામે આવ્યું છે. જોકે આ ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હોય તેને પકડવા માટે પોલીસે અલગ અલગ દિશામાં ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.








