VIDEO: મહિલા PSI પછી પાટીદાર નેતાના જાહેર મંચ પરથી આકરા શબ્દો, સમાજના અગ્રણીઓની હાજરીમાં જાણો શું બોલ્યા
ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ કડીમાં 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના સમૂહલગ્નમાં જ
ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ કડીમાં 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના સમૂહલગ્નમાં જાહેર મંચ પરથી સંબોધનમાં કહ્યું કે "પીળું પાણી રાખતા હોય તો તે છોડી દેજો, દીકરી અને પત્નીને પૂછી જોજો કે પરિણામ શું આવે છે, આપણે બધાએ બહારથી નહીં પણ અંદરથી સુધરી જવાની જરૂર છે." ઘરમાં પીળું પાણી રાખતા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો,
તમારા ઘરમાં રહેલ દીકરી અથવા પત્નીને પૂછી જોજો
કદાચ તમને એવું લાગતું હશે કે અત્યારે 21મી સદી ચાલી રહી છે ,પરંતુ જ્યારે તમારા ઘરમાં રહેલ દીકરી અથવા પત્નીને પૂછી જોજો એ પછી તેનું પરિણામ શું આવે છે.
જો સમાજમાં પરિવર્તન ન લાવી શકતા હોય તો હોદ્દા ઉપર રહેવાની કોઈ જ જરૂર નથી
એટલા માટે બહારથી સુધારવાની કોઈ અવશ્યકતા જ નથી પણ અંદરથી સુધરવાની જરૂર છે. ભલે બધાને ખોટું લાગે પણ સ્ટેજ ઉપર બેઠેલા બધા જ આગેવાનોની હાજરીમાં કહું છું કે, જો સમાજમાં પરિવર્તન ન લાવી શકતા હોય તો હોદ્દા ઉપર રહેવાની કોઈ જ જરૂર નથી. આપણને નેતા કહેવડાવાનો કોઇ અધિકાર નથી. હવે એવો સમય આવ્યો છે કે આપણે બધા શિક્ષણ માટે સમર્પિત થઈએ.






