VIDEO: મોરબી પછી અમદાવાદ અને મહેસાણામાં પ્રખ્યાત બિલ્ડર્સ પર મોટા પાયે દરોડા
અમદાવાદમાં પણ IT વિભાગના દરોડા પડ્યા છે. પ્રખ્યાત ટ્રોગોન ગ્રુપના ભાગીદ
અમદાવાદમાં પણ IT વિભાગના દરોડા પડ્યા છે. પ્રખ્યાત ટ્રોગોન ગ્રુપના ભાગીદારોના ઘર, ઓફિસમાં દરોડા પડ્યા છે. અમદાવાદ, મોરબી, મહેસાણામાં સવારથી જ આવક વેરાના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં ITના દરોડા પડતા બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે. મળતા અહેવાલ પ્રમાણે મોટી સંખ્યામાં બેનામી વહિવટ ઝડપાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં અધિકારીઓ આ ઓપરેશનમાં જોડાયા છે.
મહેસાણાના નામાંકિત રાધે ગ્રૂપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા
મહેસાણાના નામાંકિત રાધે ગ્રૂપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલો વહેતા થયા છે. મળતી માહિતી મુજબ, રાધે ગ્રૂપના મહેન્દ્રભાઈ પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં હાલ આ કાર્યવાહી ચાલી રહી છે.
આ પણ વાંચો: VIDEO: મોરબીના પ્રખ્યાત તીર્થક ગ્રુપ પર ITના દરોડા, ઘર ,ઓફિસ, કારખાનામાં અધિકારીઓના ધામા
24થી વધુ ઠેકાણે આઈટીના દરોડા
તાજેતરના અહેવાલો અનુસાર, રાધે ગ્રૂપ સાથે સંકળાયેલા લગભગ 24 થી વધુ ઠેકાણે આવકવેરા વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની ચર્ચા છે. ગુજરાતમાં ખાસ કરીને તો મહેસાણા, અમદાવાદ અને મોરબીમાં તપાસનો આ ધમધમાટ ચાલી રહ્યો છે.
રાજકોટમાં પણ એક્શન
અહેવાલ અનુસાર, રાજકોટ જિલ્લાના એક રાજકારણીના જમાઈને ત્યાં પણ આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલી રહી છે. જ્યારે મોરબીમાં બે સિરામિક કંપનીઓને ત્યાં આઈટીએ તવાઈ બોલાવી છે. આ તપાસ પણ મહેસાણાના રાધે ગ્રૂપ સાથેના કનેક્શનને પગલે જ કરવામાં આવી રહી હોવાના દાવા કરવામાં આવ્યા છે.






