બેટ દ્વારકા પછી દ્વારકામાં ફર્યું બુલડોઝર, 62 કરોડથી વધુ સરકારી જમીન પર દબાણ હટાવાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત આઠમા દિવસે દાદાનું બ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત આઠમા દિવસે દાદાનું બુલડોઝર યથાવત.7 દિવસ ચાલેલા મેગા ડિમોલેશનમાં 384 રહેણાંક મકાનો, 15 જેટલા કોમર્શિયલ બાંધકામો પર બુલડોઝર ફર્યું. કૂલ 62 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું.
બેટ દ્વારકા બાદ યાત્રાધામ દ્વારકામાં બુલડોઝરના ધામા
ઉલ્લેખનીય છે કે છેલ્લા 7દિવસથી બેટ દ્વારકામાં ગેર કાયદેસર દબાણો દૂર કરવા દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. આ 7 દિવસ બાદ આજે યાત્રાધામ દ્વારકામાં પણ બુલડોઝરના ધામા. જેમાં દ્વારકાના રૂક્ષ્મણી મંદિર નજીક આવેલ ગેરકાયદેસર ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું આ સાથે જ ખોડિયાર ચેકપોસ્ટ પાસે ગેર કાયદેસર રહેણાંક મકાનના દબાણને પણ દૂર કરવામાં આવ્યા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ખારા તળાવ નજીક પણ ધાર્મિક સ્થાનો પર બુલડોઝર ચાલાવી સરકારી જમીનને ખુલ્લી કરવાની કામ,ગિરિ યથાવત જોવા મળી છે.
ઓપરેશન કોરિડોર અંતર્ગત તંત્રની કામગીરી
ઓપરેશન કોરિડોર અંતર્ગત ચાલતી તંત્રની આ કામગીરીમાં બેટ દ્વારકામાં છેલ્લા 7 દિવસના મેગા ડિમોલેશનમાં 398 દબાણો દૂર કરવામાં આવ્યા. 1000 જેટલા પોલીસ જવાનો અને SRP સાથે મેગા ડિમોલેશનમાં ડ્રોનની મદદથી સમગ્ર એરિયામાં બાજ નજર રાખી 384 જેટલા રહેણાંક મકાનો અને 15 જેટલાક કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવ્યા. જેમાં કૂલ 1,21,746 ચો.મી. શેત્રફળ જેટલું જમીન પરનું દબાણ દૂર કરી 62 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું.








