મુખ્ય સામગ્રી પર જાઓ

Video: દમણમાં ગેરકાયદે ધાર્મિક સ્થળ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું, સરકારી જમીન પર કરાયું હતું દબાણ

દમણના ખારીવાડ વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પરના દબાણ સામે કડક કાર્યવાહી હાથ ધરવામ

સોર્સ: GSTV

દમણના ખારીવાડ વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પરના દબાણ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અહીં આવેલી 'શિયા જાફરી મોમીન જમાત'ની મસ્જિદનું બાંધકામ સરકારી જમીન પર હોવાનું જણાતા તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

દમણ પ્રશાસન દ્વારા મસ્જિદ સંચાલકોને અગાઉથી જ સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે, નોટિસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ બાંધકામ યથાવત રહેતા તંત્રએ આખરે બુલડોઝરની મદદથી ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું છે. આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો