મુખ્ય સામગ્રી પર જાઓ

અદલવાડા ડેમ થયો ઓવરફ્લો, નીચાણવાળા ગામોને અપાયું એલર્ટ

ધાનપુર તાલુકાનો જીવા દોરી સમાન અદલવાડા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. અવિરત વરસાદને કારણે નદી નાળા છલકાતા

ધાનપુર તાલુકાનો જીવા દોરી સમાન અદલવાડા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. અવિરત વરસાદને કારણે નદી નાળા છલકાતા ડેમમાં પાણીની આવક વધી છે. ત્યારે પાણીની આવક વધતા અદલવાડા ડેમ ભયજનક સપાટીએ પહોંચે તેમ છે. ડેમની હાલની સપાટી 236.90  મીટર છે, જ્યારે ભયજનક સપાટી 237.30 મીટર છે. ડેમ અવરફ્લોની સ્થિતિમાં જણાતા નીચાણવાળા વિસ્તારને એલર્ટના આપવામાં આવ્યું છે. દેવગઢ બારીયા તેમજ ધાનપુર તાલુકાના નીચાણ વાળા નવ જેટલા ગામોને એલર્ટ અપાયું છે. સાથે જ મોઢવા,જંબુસર, ભુલવાણ, રામપુર, વાંદર, દેગાવાડા, વેડ, મોટા કેલીયા, જાબીયાના રહેવાસીઓને એલર્ટ કરાયા છે. 

આ સમાચાર શેર કરો