મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતી ફિલ્મ મિસરીના પ્રમોશન માટે કલાકારોએ જાહેરમાં કર્યા બાઈક પર જોખમી સ્ટંટ, પોલીસે ગુનો નોંધીને કરી કાર્યવાહી

રાજ્યના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ગુજરાતી

રાજ્યના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  ગુજરાતી ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મ કલાકારોએ શહેરના સાયસિટ રોડ પર સ્ટંટ કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ અંગે અમદાવાદની એ-ટ્રાફિક પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મિસરી ફિલ્મની સ્ટાર કાસ્ટ વિવાદમાં સપડાઈ છે.

જાહેર રોડ પર સ્ટંટ કરવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

જાહેર રોડ પર સ્ટંટ કરવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તો બીજી તરફ વીડિયોમાં દેખાતા  વાહન GJ 24 AA 1275 તથા GJ 01 A 1121 અન્ય વાહન ચાલકો વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

સાયન્સ સીટી રોડ પર સ્પોર્ટ બાઇક પર ફિલ્મ પ્રમોશન માટે ફિલ્મ કલાકારોનો સ્ટંટ

મોડી રાતે સાયન્સ સીટી રોડ પર સ્પોર્ટ બાઇક પર ફિલ્મ પ્રમોશન માટે ફિલ્મ કલાકારો સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. મોડી રાત્રે પોલીસે બાઈકના પાસિંગ નંબર અને સ્થળની ઓળખ કરી હતી. આ સાથે જ ત્રણ બાઈક ચાલકની ઓળખ થઈ છે. સાયન્સ સીટી રોડ પર સ્પોર્ટ બાઇક પર સ્ટંટ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સમગ્ર મામલે A ટ્રાફિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય વાહનચાલકોનો જીવ પણ જોખમમાં મૂક્યો

 જાહેર રસ્તા પર આ પ્રકારે સ્ટંટ કરીને કલાકારોએ માત્ર પોતાનો જીવ જ નહીં, પરંતુ અન્ય વાહનચાલકોનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો. નોંધનીય છે કે,ફિલ્મના પ્રમોશનના નામે જાહેર સલામતીના જોખમને પોલીસે ગંભીરતાથી લીધું છે.

આ સમાચાર શેર કરો