મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ભચાઉના રાજલધામ પાસે આવતીકાલે AAP દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન, ખેડૂતોના ઉઠાવાશે આ પ્રશ્નો

કચ્છના ભચાઉના રાજલધામ પાસે AAP દ્વારા આવતી કાલે એટલે કે 14 ડિસેમ્બરે કિસાન મહાપંચાયતનું

કચ્છના ભચાઉના રાજલધામ પાસે AAP દ્વારા આવતી કાલે એટલે કે 14 ડિસેમ્બરે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતો, ખેતમજૂરો, ભાગ્યાઓની સમસ્યાઓ મુદ્દે AAP આ કિસાન મહાપંચાયત યોજી રહ્યું છે, તેમ ઇસુદાન ગઢવીએ જણાવ્યું છે.

ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા કિસાન મહાપંચાયતનું આયોજન

આમ આદમી પાર્ટી દ્વારા આવતીકાલે ભચાઉના રાજલધામ ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. AAPના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, આ મહાપંચાયત ખેડૂતો, ખેતમજૂરો અને ભાગ્યાઓની સમસ્યાઓ તેમજ ખેતી, અગરિયા અને હાઈટેન્શન લાઈનોના મુદ્દે કચ્છના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે યોજાઈ રહી છે. ઈસુદાન ગઢવીએ કચ્છના ખેડૂતોને મોટી સંખ્યામાં આ મહાપંચાયતમાં પધારીને એક બનીને તેમના પ્રશ્નો ઉઠાવવા માટે અપીલ કરી છે.   

આ સમાચાર શેર કરો