મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લોકસભા ચૂંટણી 2024: મહારાષ્ટ્રમાં યુવકે EVMમાં લગાવી આગ, વીડિયો વાયરલ

મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે મતદાન યોજાયું હતું. આ વચ્ચે એક મતદારે EVM મશીનમાં આગ લગાવી હ

મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે મતદાન યોજાયું હતું. આ વચ્ચે એક મતદારે EVM મશીનમાં આગ લગાવી હતી. મતદાન કેન્દ્ર પર હાજર અધિકારીઓએ યુવકને પોલીસના હવાલે કર્યો હતો. આ ઘટના સાંગોલા તાલુકાના બાદલવાડીમાં સામે આવી છે.

યુવકે પોલીસને હવાલે કર્યો

મહારાષ્ટ્રમાં વોટિંગ દરમિયાન એક યુવકે EVMમાં આગ લગાવી હતી જેનો વીડિયો પણ સામે આવ્યો છે. EVMમાં આગ લગાવવાનું કારણ સામે આવ્યું નથી. આ ઘટના માઢા લોકસભા વિસ્તારની છે. આ ઘટના બપોરે ત્રણ વાગ્યા આસપાસ બની હતી. આ ઘટનામાં બે EVM અને તેની સાથે મતદાન સંબંધી ટેકનિકલ સામગ્રી સળગી ગઇ હતી.

EVMમાં આગ લગાવવાનો વીડિયો વાયરલ

મીડિયા રિપોર્ટ અનુસાર એક મતદારે EVM પર પેટ્રોલ નાખીને આગ લગાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ EVMમાં લાગેલી આગને પાણીથી ઓલવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે જ્યારે મતદાન કેન્દ્રની અંદર અને બહાર લોકો બુમો પાડી રહ્યાં છે.

આ સમાચાર શેર કરો