CJP નેતાઓની ધરપકડ બાદ 5 દિવસની ન્યાયિક કસ્ટડીમાં, જાણો શું છે સમગ્ર મામલો

દિલ્હીમાં જંતર-મંતર પર ગેરકાયદે રીતે પ્રવેશ કરવા અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવાના મામલે કોકરોચ જનતા પાર્ટી (CJP) સામે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે CJP ના પ્રમુખ નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્યા શિંદેની ધરપકડ કરી લીધી હતી. હવે તેમની સામે કોર્ટે મોટી કાર્યવાહી હાથ ધરી છે.
CJP નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાને 5 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા
મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર વિસ્તારમાં પ્રદર્શન કરનાર કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અંજિક્ય શિંદે વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. SEM કોર્ટે સૌરવ દાસ અને આશુતોષ રાંકાને 5 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.
બેરિકેડિંગ તોડીને જંતર-મંતર પહોંચ્યા હતા નેતાઓ
આશુતોષ રાંકા, સૌરવ દાસ અને અજિંક્યા શિંદે પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા અને ભારે બેરિકેડિંગને તોડીને જંતર-મંતર પર પહોંચ્યા હતા. આ ઘટના બાદ દિલ્હી પોલીસે વગર પરવાનગીના જંતર-મંતર વિસ્તારમાં પ્રવેશ કરવા બદલ આ નેતાઓ અને સંગઠનના અન્ય સભ્યો સામે FIR નોંધાઈ હતી.પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ FIR માં અગાઉ શાંતિ જાળવવા માટે આપવામાં આવેલા પીસ બોન્ડની શરતોના ભંગ અંગેની કલમો પણ સામેલ કરવામાં આવી છે. આ કાર્યવાહી ત્યારે થઈ જ્યારે CJP ના કાર્યકર્તાઓએ સુરક્ષા ઘેરાને વટાવીને જંતર-મંતર પર મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.








