મુખ્ય સામગ્રી પર જાઓ

Chhota Udepurના આદિવાસી સમાજમાં વરસાદની આગાહી જાણવાની અનોખી પરંપરા, જુઓ VIDEO

Chhota Udepur News: છોટા ઉદેપુરના આદિવાસી વિસ્તારમાં વરસાદની આગાહી જાણવાની કંઈક અલગ જ પરંપરા છે

Chhota Udepur News: છોટા ઉદેપુરના આદિવાસી વિસ્તારમાં વરસાદની આગાહી જાણવાની કંઈક અલગ જ પરંપરા છે. છોટા ઉદેપુર જિલ્લાના ભૂમસવાડા ગામમાં દુધિયા દેવનો ઉત્સવ ઉજવી દૂધ કળશ ભરી ખાડામાં રેડી એક કલાક બાદ ફરી કળશમાં દૂધ ભરી વરસાદની આગાહી જાણવાની પરંપરા છે, આજે પણ સચવાયેલી જોવા મળી રહી છે.

આદિવાસી બહુલ ધરાવતાં છોટા ઉદેપુર જિલ્લામાં સદીઓ જૂની પરંપરા મુજબ સીઝનનો વરસાદ વરસી ગયા બાદ વવાણી કરલો પાક ઉગી નીકળે ત્યારે લોકો ભેગા મળી દુધિયા દેવની ઉજવણી કરતાં હોય છે. ત્યારે કવાંટ તાલુકાના ભુમસવાડા ગામમાં આનંદ ઉલ્લાસપૂર્વક દુધિયા દેવની ઉજવણી કરવામાં આવે છે.

જાહેરાત

ગામના બે કુંવારા યુવાનો સાડદ ઝાડના દાળખીઓ બાંધી વાઘ બિલાડી બની ગામના દેવોને પગે લગતા ઊંધા પગે આવે છે. અને દુધિયા દેવ સમક્ષ એક ખાડામાં ગયા વર્ષે જમીનમાં દાટેલા ગોળ પથ્થરને બહાર કાઠી પાણી, દૂધ, દહીં, ઘીથી નવડાવી પૂજા કરી ગણતરી કરવામાં આવે છે. જે ખાડામાં પથ્થર દાટેલા હોય તે જ ખાડામાં એક કળશ દૂધ ભરવામાં આવે છે. એક કલાક બાદ ખાડાનું દૂધ ફરી કળશમાં ભરી માપવામાં આવે છે, જો દૂધ ખાડામાં રેડ્યું હોય એના કરતાં ઓછું જણાય તો ઓછો વરસાદ થાય, અને જો ખાડામાં રેડ્યું હોય એટલું જ કે એનાથી વધારે દૂધ જણાય તો વરસાદ સારો વરસસે. આમ આ ગામમાં જેટલું દૂધ ખાડામાં રેડવામાં આવ્યું તેટલું જ દૂધ ફરી કળશ ભરાયું. તેમજ ગયા વર્ષે 126 પથ્થર(ઘોડા) દાટેલા હતા અને આ વર્ષે 128 પથ્થર નીકળ્યા જેથી ગામની સારી પ્રગતી થશે અને વરસાદ પણ પ્રમાણસર પડશે તેવી ગામમાં આગાહી જાહેર કરવામાં આવી હતી.

છોટા ઉદેપુર જિલ્લાના ભૂમસવાડા ગામમાં દૂધીયા દેવની પૂજા વિધીની ઉજવણી બાદ જ ખેતરોમાં ઉગી નીકળેલાં નકામા ઘાસનું નિંદામણ કરવાની પરંપરા પણ જોવા મળી રહી છે. તો દુધિયા દેવની ઉજવણી સાથે એ પણ માન્યતા જોડાયેલી છે કે, દુધિયા દેવની પૂજા વિધી દરમિયાન બે માણસોને વાઘ બિલાડીનું કિરદાર નિભાવી પાંચ વખત દૂધ પીવડાવી, ગામ લોકો દ્વારા જંગલ તરફ ભગાવવામાં આવે છે. જેથી તેઓના પશુ પંખીઓને વાઘ, વરું, સરીસૃપો જેવા જનાવરો નુકસાન ન કરે, તેવી મન્યતા સાથે દૂધીયા દેવ નો તહેવાર ઉજવવામાં આવે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત