VIDEO: અંબાજીમાં ચાર દિવસ દરમ્યાન કુલ 16 લાખથી વધુ ભક્તોએ મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવ્યું
અંબાજીમાં આજે ભાદરવી પૂનમના મહામેળાનો પાંચમો દિવસ છે. અંબાજી ધામમાં માઈભક્તોનો મોટો ધસાલો જ
અંબાજીમાં આજે ભાદરવી પૂનમના મહામેળાનો પાંચમો દિવસ છે. અંબાજી ધામમાં માઈભક્તોનો મોટો ધસાલો જોવા મળ્યો છે. ભાદરવી મહાકુંભનો ચોથા દિવસે અંદાજીત 6,48,545 ભક્તોએ દર્શન કર્યા હતા. કુલ ચાર દિવસમાં ભક્તોનો આંક 16,36,807 પર પહોંચ્યો છે.
શક્તિપિઠ અંબાજી મંદિરને 16.80 ગ્રામ સોનાની આવક
મહાકુંભ ના ચોથા દિવસે 98,521 લોકોએ વિના મૂલ્યે ભોજનનો લાભ લીધો હતો. ચોથા દિવસે 3,60,863 લોકોએ મોહનથાળ પ્રસાદનો લાભ લીધો હતો. શક્તિપિઠ અંબાજી મંદિરને 16.80 ગ્રામ સોનાની આવક થઈ છે.
અમદાવાદનો પ્રખ્યાત લાલ દંડાવાળો સંઘ પણ અંબાજી
અમદાવાદનો પ્રખ્યાત લાલ દંડાવાળો સંઘ પણ અંબાજી પહોંચ્યો હતો. મા અંબાના ચાચર ચોક બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો. 190 વર્ષથી અમદાવાદથી નીકળતા લાલદંડા સંઘ 10 દિવસની કઠિન પદયાત્રા કરી અંબાજી પહોંચે છે. અમદાવાદથી દર વર્ષે નીકળતા લાલ દંડા સંઘે મા અંબાના ધામમાં પહોંચીને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર
ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો લાલદંડા સંઘ છે. અમદાવાદથી 10 દિવસની કઠિન પદયાત્રા કરીને અંબાજી પહોંચે છે. 51 બ્રાહ્મણો તેમજ 450 લોકો અમદાવાદથી શરૂ કરેલી પદયાત્રા આજે પૂર્ણ થઈ છે.
લાલ દંડા સંઘની પાછળ ઈતિહાસ જોડાયેલો છે, કહેવાય છે કે વર્ષો અગાઉ અમદાવાદમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો ત્યારે તત્કાલીન નગરશેઠ દ્વારા માં અંબાની બાધા રાખવામાં આવી હતી. જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઈ જશે તો તેઓ માં અંબાના દર્શને આવશે. ભાદરવી પૂનમમાં નગરના બ્રાહ્મણો સંઘ લઈ અંબાના સાનિધ્યમાં આવશે. જેને પગલે વર્ષો પહેલા અમદાવાદથી પાંચ બ્રાહ્મણો પગપાળા અંબાજી આવ્યા હતા. જ્યારે પણ લાલ દંડા સંઘ દાંતા પહોચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. દાંતા રાજવી પરિવારના જુના મહેલમાં રહેલા માં અંબાના મંદિરમાં પૂજા કર્યા બાદ આ લાલ દંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે.
પરિવારથી વિખુટા પડેલા અથવા ગુમ થયેલા બાળકોનું પરિવાર સાથે મિલન માટે બાળ સહાયતા કેન્દ્ર
અંબાજીમાં મેળા દરમ્યાન પરિવારથી વિખુટા પડેલા અથવા ગુમ થવાના કિસ્સામાં તેમના પરિવાર સાથે બાળકનું મિલન કરાવવા બાળ સહાયતા કેન્દ્ર ચાલું કરવામાં આવ્યું છે. અંબાજી ખાતે દાંતા, કામાક્ષી મમંદિર અનો ખોડીવાલી સર્કલ જગ્યા પર આ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. રવિવાર સુધીમાં બાળ સહાયતા કેન્દ્રો પરથી પાંચહજાર બાળકોને તેમના નામ, સરનામા, ઈમરજન્સી મોબાઈલ મંબર લખીને આઈકાર્ડ પહેરાવાવામાં આવ્યા છે.








