VIDEO: અકસ્માતની 2 ઘટનામાં બાળકી સહિત કુલ 3ના મોત, 5 ઈજાગ્રસ્ત સારવાર હેઠળ
રોજબરોજ આપણે અકસ્માતના સમાચાર સાંભળતા હોઈએ છીએ એવામાં આજરોજ મહેસાણા અને ભાવનગરમાં ગંભીર અકસ્માતે
રોજબરોજ આપણે અકસ્માતના સમાચાર સાંભળતા હોઈએ છીએ એવામાં આજરોજ મહેસાણા અને ભાવનગરમાં ગંભીર અકસ્માતે સ્વરુપ લીધું હતું. બંને શહેરોમાં થયેલ અકસ્માતમાં એક બાળકી સહિત કુલ 3 લોકોના મોત નિપજ્યાં છે અને 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મહેસાણા જિલ્લામાં મહેસાણા-અમદાવાદ હાઇવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો. જગુદણ નજીક એક કાર ઝાડ સાથે અથડાઈ જતાં ખાડામાં ખાબકી ગઈ હતી. કારના થયેલા આ ગંભીર અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યાં હતા અને બે લોકો ઘાયલ થયા હતા. બંને ઈજા પામેલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભાવનગરમાં એક કારે બાઈક પર સવાર પરિવારને અડફેટે લીધું
ભાવનગર- રાજકોટ હાઇવે રોડ પર સિહોરના વળાવડ ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે જેમાં કાર ચાલકે બાઈક ચાલક પરિવારને અડફેટે લેતા એક બાળકીનું ઘટના સ્થળ પર મોત થયું છે. જ્યારે માતા-પિતા અને અન્ય એક દીકરીને સિહોર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદ: જ્વેલર્સમાં બંદુકની અણીએ લાખોના ઘરેણાંની લૂંટ મચાવનાર 4 આરોપીઓની ધરપકડ
સ્થાનિક લોકોનું કહેવું છે કે કાર ચાલકે રેસ લગાવી હતી અને એ સમયે આ અકસ્માતની ઘટના હાઇવે રોડ ઉપર બની હતી. કાર એટલી સ્પીડમાં હતી કે બાઈક સાથે અકસ્માત સર્જાયા બાદ કાર સીધી જ એક દુકાનની અંદર ઘુસી ગઈ હતી. બનાવ બાદ સિહોર પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






