VIDEO: મતદાનના આગલા દિવસે અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી
અમદાવાદમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આ

અમદાવાદમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. એક ઇમેલ મળતા અમદાવાદ પોલીસ દોડતી થઇ છે. અમદાવાદમાં પણ દિલ્હીની જેમ અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદની કુલ 16 સ્કૂલોને ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા. બોમ્બ સ્કોડ, એસ.ઓ.જી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. શહેરની 12 સ્કૂલોમાંથી 11માં મતદાન થવાનું છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવશે.
અમદાવાદ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ ઘટનાસ્થળે પહોંચી
રશિયન સર્વરમાંથી ધમકી આપવામાં આવી હોવાનું અનુમાન છે. બનાવની જાણ થતા જ અમદાવાદ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
ઇમેઇલ મળેલા સ્કુલોમાં નામ
(૧) આર.બી. કેન્ટોન્મેન્ટ એ.પી.એસ. સ્કુલ, શાહીબાગ
(૨) કેન્દ્રીય વિઘ્યાલય , ઓ.એન.જી.સી. ચાંદખેડા
(૩) ન્યુ નોબલ સ્કુલ, વ્યાસવાડી, કઠવાડા નરોડા
(૪) કેન્દ્રીય વિઘ્યાલય, સાબરમતી,
(૫) ગ્રીનલોન્સ સ્કુલ, જેઠાભાઈની વાવ પાસે, વટવા
(૬) મહારાજા અગ્રસેન વિઘ્યાલય, મેમનગર
(૭) આનંદ નિકેતન સ્કુલ, સેટેલાઈટ
(૮) એશીયા ઈન્ગલીશ સ્કુલ વસ્ત્રાપુર
(૯) કેલોરેક્ષ સ્કુલ, ઘાટલોડીયા
(૧૦) કુમકુમ વિઘ્યાલય , આવકાર હોલની બાજુમા ઘોડાસર
અમદાવાદ ગ્રામ્ય
1 - DPS Bopal
2 - Shiv Aashish school Bopal
3 - Global International school Bopal
4 - LDR international school Bopal
દિલ્હીમાં પણ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની આપી હતી ધમકી
દિલ્હી-એનસીઆરમાં 100 જેટલી સ્કૂલોને ઇમેલ મોકલીને સ્કૂલમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જોકે, પોલીસ અધિકારીઓને તમામ સ્કૂલની તપાસમાં કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. આવતીકાલે લોકસભાની ચૂંટણીનું કાલે ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે મતદાન માટે અમદાવાદની અનેક શાળામાં વોટિંગ બૂથ ઉભા કરવામાં આવ્યા છે ત્યારે હવે મતદાન પહેલા શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.






