મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વાંકાનેરની સિરામિક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ,સદનસીબે જાનહાનિ ટળી

મોરબી જિલ્લાના વાંકાનેરમાં સરતાનપર રોડ પર આવેલી લેમઝોન નામની સીરામિક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સા

મોરબી જિલ્લાના વાંકાનેરમાં સરતાનપર રોડ પર આવેલી લેમઝોન નામની સીરામિક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ફેક્ટરીના પ્રેસ વિભાગમાં અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઊઠી હતી, જેના કારણે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગની ત્રણ જેટલી ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ લાગવાના ચોક્કસ કારણો હજુ જાણી શકાયા નથી. ફાયર વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ફેક્ટરીમાં થયેલા નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો