VIDEO: મોરબીમાં મનપાનું ‘વન વીક વન રોડ’ અભિયાન, ગેરકાયદે દબાણો હટાવવાની કડક ઝુંબેશ હાથ ધરાઈ
મોરબી મહાનગરપાલિકા દ્વારા “વન વીક વન રોડ” અભિયાન અંતર્ગત આજે જૂના બસ સ્ટેશન નજીક આ
મોરબી મહાનગરપાલિકા દ્વારા “વન વીક વન રોડ” અભિયાન અંતર્ગત આજે જૂના બસ સ્ટેશન નજીક આવેલા મચ્છીપીઠ વિસ્તારમાં ગેરકાયદે દબાણો હટાવવાની કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મનપાની દબાણ શાખાએ જેસીબી અને અન્ય વાહનો સાથે ત્રાટકીને રસ્તા પરના નડતરરૂપ બાંધકામો દૂર કર્યા હતા, જે દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં અગાઉ પણ અનેકવાર કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં ફરીથી દબાણો ઉભા થતા તંત્રએ આ વખતે વધુ કડક વલણ અપનાવ્યું છે. શહેરના માર્ગોને ખુલ્લા કરી ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવવાના હેતુથી મનપા દ્વારા આ પ્રકારની કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.

