મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબીના રવપારમાં ફર્નિચરની દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી, સદનસીબે જાનહાનિ ટળી

મોરબીના રવપાર વિસ્તારમાં આવેલી દીપકલા ફર્નિચર

મોરબીના રવપાર વિસ્તારમાં આવેલી દીપકલા ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 2 ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી, પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ફર્નિચરનો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી, જેના કારણે મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે.

આ સમાચાર શેર કરો